Wednesday, May 25, 2011

ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૫મું વચનામૃત




ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૫મું વચનામૃત 
  
 
 
       સંવત ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
       પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જેના હૈયામાં ભગવાનની ભક્ત‍િ હોય તેને એવી વૃત્ત‍િ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. (૧)
       અને વળી ભગવાનની મૂર્ત‍િને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્ત‍િ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય, ને નિત્‍ય નવી શ્રધ્‍ધા રાખે ને મૂર્ત‍િ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્‍પ થાય ને તે હઠાવ્‍યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, પોતાને પૂર્ણકામ માનીને, તે  સંકલ્‍પને ખોટા કરતો રહે, ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે; તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય, અથવા વીસ વર્ષ થાય અથવા પચવીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તો પણ કાયર થઇને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્‍ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે:-
       તે માટે એમ ને  એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ || ૧૫ ||

No comments:

Post a Comment