| સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્તિ કરતો હોય ને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંત:કરણમાં ન્યૂનતા વર્તે જે ગોલોક-વૈકુઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમયરૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. (૧) અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્ઠા રાખે છે, ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે, ને બીજું કાંઇ નથી ઇચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે ને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ. (૨) ઇતિ વચનામૃતમ || ૯ || |
No comments:
Post a Comment