Friday, May 20, 2011

સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી કેવી રીતે?


 


સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી કેવી રીતે?
સ્વામિનારાયણ ભગવાન ને સર્વોપરી સમજવા માટે
અન્વય વ્યતિરેક ની લાઈન સમજવી બહુ  જરૂરી છે.
સાથે વચનામૃત નું જ્ઞાન પણ જરૂરી છે.                                                                                          શ્રીજી  મહારાજની તેજોમય મૂર્તિ એજ વ્યતિરેક સ્વરૂપ. 
શ્રીજી મહારાજની  તેજોમય મૂર્તિમાંથી નીકળતો  અધો -ઉર્ધ્વ ચારે કોરે પ્રમાણે  રહિત એવો   તેજનો સમૂહ એ અક્ષરધામ. આ વાત ઘણા વચનામૃત માં કહેલી છે. 
           
વ્યતિરેક મૂર્તિ ના સંબંધમાં ચાર વર્ગના મુકતો-ભક્તો આવે.                          
૧. અનાદિ મુકતો                    આ બંને મુકતો સિદ્ધ
૨. પરમ એકાંતિક મુકતો        દશામાં છે.
૩. એકાંતિક ભક્ત                    આ બંને ભક્તો
૪. ચાલોચલ ભક્ત                  સાધનદશા માં છે.

 શ્રીજી મહારાજની તેજોમય મૂર્તિમાંથી નીકળતા તેજના સમૂહમાંથી તેજની એક કિરણ એટલે અન્વય  સ્વરૂપ:
હવે  અન્વય સ્વરૂપના સંબંધવાળા માં કોણ કોણ આવે તે જોઈએ.
૧. અનંત મૂળ અક્ષરો : જે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળતા   
    તેજના સમૂહમાંથી  તેજ ની  એક કિરણના આધારે રહ્યા છે.
                                       અક્ષરકોટિ
૨.  અનંત વાસુદેવબ્રહ્મ : જે અનંત અક્ષરોમાંથી એક અક્ષરના
     તેજના આધારે અનંત વાસુદેવબ્રહ્મ રહેલા છે.
                                                બ્રહ્મકોટિ
૩. અનંત મૂળપુરૂષ - શ્રીકૃષ્ણ: જે અનંત વાસુદેવ બ્રહ્મ માંથી એક
    વાસુદેવ બ્રહ્મ ના આધારે અનંત  મૂળપુરૂષ કહેતાં અનંત
    શ્રીકૃષ્ણ રહેલા છે.
                                        ઈશ્વરકોટિ
     અક્ષરકોટિ   બ્રહ્મકોટિ અને ઈશ્વરકોટિ આ ત્રણ માયાથી પરના છે.
૪. અનંત પ્રધાન પુરુષ - રામચંદ્રજી :  અનંત મૂળપુરૂષ માંથી એક
     મૂળપુરૂષના આધારે અનંત પ્રધાન પુરુષ રહેલા છે.
૫. અનંત મહતત્વ: અનંત પ્રધાન પુરુષ માંથી એક પ્રધાન પુરુષ
     ના આધારે અનંત  મહતત્વ રહેલા છે.
૬. અનંત અહંકાર: અનંત અહંકારમાંથી એક અહંકારના આધારે
     અનંત  વૈરાજ નારાયણ રહેલા છે.
૭. અનંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ: અનંત વૈરાજ નારાયણ માંથી એક
     વૈરાજ નારાયણ ના આધારે અનંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ રહેલા
     છે.
૮. અનંત ઇન્દ્રાદિક દેવી-દેવતાઓ, હનુમાનજી, ગણપતિજી,
    માતાઓ આદિક
૯. અનંત જીવ પ્રાણી-માત્ર

અનંત પ્રધાન પુરુષ થી લઈને અનંત જીવ પ્રાણી માત્ર માયામાં રહેલા કહેવાય છે અને જીવકોટિની સંજ્ઞામાં આવે.  ખરેખર તો અન્વય સ્વરૂપના સંબંધ વાળા મૂળ અક્ષર થી માંડીને જીવ પ્રાણી માત્રને જો આત્યંતિક મોક્ષ જોઈતો હોય તો તેમને જીવ થવું પડે અને એટલે જ અન્વય સ્વરૂપના સંબંધ વાળા મૂળ અક્ષર થી માંડીને જીવ પ્રાણી માત્ર જીવકોટિ માં ગણાય.  આમ તો પ્રધાન પુરુષ થી માંડીને જીવ પ્રાણી માત્ર જીવકોટિ માં ગણાય.

હવે આપડે એ સમજવાનું કે અનંત મૂળ અક્ષર થી માંડીને અનંત જીવ પ્રાણી માત્ર ને શ્રીજી મહારાજની એક કિરણ નો સંબંધ છે તે મોટા કે ચાર વર્ગ ના - ચાલોચલ, એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ મુક્ત - વ્યતિરેક ના સંબંધવાળા મોટા? 

જયારે મોટા પુરુષ વર્તમાન ધરાવે છે ત્યારે આશીર્વાદ આપે છે કે તમોને અનાદિ મુક્ત બનાવ્યા છે અને મૂર્તિ માં રાખ્યા છે તો પછી જયારે આપણને ગુરુમંત્ર મળ્યો હોય કે અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ તો આપડે કોનાથી મોટા અને કોનાથી નાના? તો જવાબ છે કે અનાદિ મુક્ત થી એક શ્રીજી મહારાજ મોટા અને બીજા બધા કહેતાં પરમ એકાંતિક મુક્ત, એકાંતિક મુક્ત ચાલોચાલ ભક્ત અને અનંત મૂળ અક્ષરો થી માંડીને અનંત જીવ પ્રાણી માત્ર નાના. એટલે કે આપડો નંબર બીજો. હવે જો આટલી મોટી પ્રાપ્તિ થઇ હોય તો પછી આપણને અધૂરું કેમ મનાય છે? જવાબ છે આપણને આપડી પ્રાપ્તિ નું ગૌરવ જ નથી અથવા ખબર જ નથી. હકીકતમાં આપડી પ્રાપ્તિ ખુબજ મોટી છે અને હવે આપડે સ્થિતિ માટે પ્રયત્ન કરવાનો છે.
હવે જેને અનાદિ મુક્ત ની સંજ્ઞા માં રાખ્યો હોય તેનું માથું બીજે નમે? ના જ નમવું જોઈએ પણ પ્રાપ્તિ નું ભાન નથી કે પ્રાપ્તિ નો આનંદ નથી એટલે માથા જયાં ત્યાં નમાવતા રહે છે અને કરોડપતિ બાપ ના દીકરા હોવા છતાં ફાટેલા લેંગા પહેરે છે અને બાપની આબરૂ બગાડે છે.
સાથે એ પણ સમજવું જોઈએ કે હવે આપડે અન્વયની લાઇનવાળા જોડે સંબંધ ના રખાય. તો અન્વય ની લાઇનવાળા એટલે જેને હજુ અન્વય ની લાઇન વાળા નો ભાર રહેતો હોય તે.

No comments:

Post a Comment