Wednesday, May 25, 2011
ગઢડા પ્રથમ પ્રકરણનું ૯મું વચનામૃત
ગઢડા પ્રથમ પ્રકરણનું ૬ઠું વચનામૃત
| ||||
| સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુ:ખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્સંગને વિષે મોટપને પામે છે. (૧) અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે ને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઇ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઇને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્સંગમાં મોટપને પામે છે. (૨) ઇતિ વચનામૃત || ૬ || |
ભૂગોળ-ખગોલનું વચનામૃત
ભૂગોળ-ખગોલનું વચનામૃત
સંવત ૧૮૭૬ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, તે સમયને વિષે યહ પત્ર લખાવ્યો છે તે શ્રીમદ્ ભાગવતાદિ સદ્ગ્રંથોને વિષેથી લખ્યું છે જે, ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે; ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇંદ્રાદિક દેવતા ઇચ્છે છે, તે દેવતાને વિષય, વૈભવ વિલાસ ને આયુષ તે તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થાતું; મોક્ષનું સાધન તો ભરતખંડને વિષે મનુષ્યદેહ પામ્યા થકી થાય છે, તે વિના બીજે કોઇ ઠેકાણે ને કોઇ દેહને વિષે થાતું નથી. એ હેતુ માટે સર્વ દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિષે મનુષ્યનો દેહ પામવો તે અધિક છે. તેને તુલ્ય બીજું કોઇ ચૌદ લોકમાં સ્થાનક નથી. તે ચૌદ લોકનાં નામ-યહ આ મૃત્યુલોક છે તેથી ઊર્ધ્વ છ લોક છે. તેમાં પ્રથમ ભુવર્લોક છે. ૧ તેમાં મલિન દેવ રહે છે. તેથી ઊર્ધ્વ બીજો સ્વર્ગલોક છે. ૨ તેમાં ઇંદ્રાદિક દેવ રહે છે. તેથી ઊર્ધ્વ ત્રીજો મહર્લોક છે. ૩ તેમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. તેથી ઊર્ધ્વ ચોથો જનલોક છે. ૪ તેથી ઊર્ધ્વ પાંચમો તપલોક છે. પ એ બે લોકમાં ભૃગ્વાદિ ઋષિ રહે છે. તેથી ઊર્ધ્વ છઠ્ઠો સત્યલોક છે. ૬ તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત સાત લોક છે તે મૃત્યુલોકથી અધો જે હેઠા સાત લોક છે. તેમાં પ્રથમ તો અતળ ૧, બીજો વિતળ ૨, ત્રીજો સુતળ ૩, એ ત્રણેને વિષે દૈત્ય રહે છે. તેથી હેઠો તળાતળ ૧, બીજો મહાતળ ૨, ત્રીજો રસાતળ ૩ એ ત્રણમાં નિશાચર રહે છે. ૬ એને હેઠા કહ્યા તેથી હેઠો સાતમો પાતાળ છે. ૭ તેમાં સર્પ રહે છે. એ સાત લોક તે મૃત્યુલોકથી હેઠા છે તે સહિત સર્વ થઇને ચૌદ લોક થયા તેમાં મૃત્યુલોક તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના સાત દ્વીપ છે. તે ચક્રાકર છે ને તેને મધ્યે જંબુદ્વીપ છે. તે એક લક્ષ યોજનનો છે. તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે તે પણ એક લાખ જોજનનો છે. ૧ તેથી બીજો પ્લક્ષ નામે દ્વીપ છે, તે બે લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ બે લાખ જોજનનો છે. ર તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે ને તેથી ત્રીજો શાલ્મલિદ્વીપ છે તે ફરતો છે તે ચાર લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે ચાર લાખ યોજનનો છે. તેનું જળ ને સુરા જે દારૂ તેના જેવું છે. ૩ તેથી ચોથો કુશદ્વીપ છે તે ફરતો છે. ને તે આઠ લાખ જોજનનો છે, ને તેવડો ફરતો સમુદ્ર છે. ને તેનું જળ ઘૃત જે ઘી તે જેવું છે. ૪ ને તેથી પાંચમો ક્રૌંચદ્વીપ છે, તે સોળ લાખ જોજનનો છે. ને તેવડો ફરતો સોળ લાખ જોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે. ૫ તેથી છઠ્ઠો શાકદ્વીપ છે. તે બત્રીશ લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે તે જેવડો છે. તેનું જળ તે દધીમંડોદ જે દહીં તેના ઘોળવા જેવું છે. ૬ તેથી સાતમો પુષ્કરદ્વીપ છે. તે ચોસઠ લાખ યોજનનો છે. ને તેને ફરતો સમુદ્ર છે તે પણ ચોસઠ લાખ જોજનનો છે. તેનું જળ તો સુધા જેવું મીઠું છે. ૭ એવી રીતે સાત દ્વીપ છે.
તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્ઠ છે ને તે જંબુદ્વીપના નવ ખંડ છે. તે કેમ છે તો એ દ્વીપ છે તેને મધ્યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે. તેમાં સંકર્ષણની ઉપાસના છે ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી પશ્ચિમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ ત્રણ ખંડ છે. તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે. ને ત્યાં સાવર્ણિ મનુ મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યમય ખંડ છે ને તેમાં કૂર્મજીની ઉપાસના છે. ને ત્યાં અર્યમા મુખ્ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો કુરુ ખંડ છે. ને તેમાં વરાહની ઉપાસના છે. ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ પાંચ ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી દક્ષ્િાણ દિશામાં ત્રણ ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે. તેને વિષે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષ્િાણ દિશામાં બીજો કિંપુરુષ નામે ખંડ છે તેમાં રામ-લક્ષ્મણજીની ઉપાસના છે, ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે. ને તેથી દક્ષ્િાણ દિશામાં ભરત ખંડ છે ને તેમાં નારાયણદેવની ઉપાસના છે ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ તેના નવ ખંડ કહ્યા તેમને વિષે ભરતખંડ છે તે અતિ શ્રેષ્ઠ છે. તે શા હેતુ માટે તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગવિલાસનાં સુખ તો ઘણાં અધિક છે પણ મોક્ષનું સાધન ત્યાં થાનું નથી તે મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે. તે હેતુ માટે આ ભરતખંડને તુલ્ય ચૌદ લોકને વિષે બીજું કોઇ ઠેકાણું નથી.
અને વળી ભરતખંડ છે તેમાં પણ તેર દેશ છે. તે અનાર્ય કહેતા કઠોર છે. તે કહીએ છીએ – એક તો બંગાળ ૧, બીજો નેપાળ ૨, ત્રીજો ભૂટ ૩, ચોથો કામાક્ષી ૪, પાંચમો સિંધ ૫, છઠ્ઠો કાબુલ ૬, સાતમો લાહોર ૭, આઠમો મુલતાન ૮, નવમો ઇરાન ૯, દશમો અસતંબોલ ૧૦, અગિયારમો અરબાન ૧૧, બારમો સ્વાલ ૧૨, તેરમો પિલપિલામ ૧૩. એ તેર દેશ મલિન છે તેમાં જે મનુષ્યદેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદ્ગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા સાડાબાર દેશ છે તે આર્ય કહેતાં ઉત્તમ છે તેમનાં નામ – જે પ્રથમ તો એક પૂર્વ ૧, બીજો વ્રજ ૨, ત્રીજો માલવ ૩, ચોથો મારુ ૪, પાંચમો પંજાબ ૫, છઠ્ઠો ગુજરાત ૬, સાતમો દક્ષ્િાણ ૭, આઠમો મલબાર ૮, નવમો તિલંગ ૯, દશમો દ્રાવિડ ૧૦, અગિયારમો બારમલાર ૧૧, બારમો સોરઠ ૧૨, અરધો કચ્છ એ સાડાબાર દેશ ઉત્તમ છે તેમાં સદ્ગુરુ તે બ્રહ્મવેત્તા સંત તેમનું પ્રગટપણું ઘણું રહે છે. ને તે દેશમાં મનુષ્યદેહ પામે છે તેમને ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે ને મોક્ષના મારગને જાણે એમ છે. તે કેમ જાણે તો એ જે ઉત્તમ દેશ છે તેને વિષે ભગવાનના અવતાર ઘણાક થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે અને ભરતખંડના સર્વ મનુષ્ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસાદોષ રહિત થઇને કુસંગનો ત્યાગ કરીને સદ્ગુરુ ને બ્રહ્મવેત્તા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદ્ગુરુ ને સંત તેમનાં લક્ષણ સદ્ગ્રંથોને વિષે લખ્યાં છે જે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાનાં દેહ, ઇન્દ્રિયો ને અંત:કરણ તે રાખવાં ને ભવગાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાનકાળે કરે છે ને ભવિષ્યકાળે કરશે તેને અમૂલ્ય મનુષ્યદેહનો લાભ થયો એમ જાણવું ને તેને સમજુ ને મોટો જાણવો અને એમ નથી સમજતો ને તુચ્છ સંસારના સુખમાં લોભાઇને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરૂ તેનાં વચન માનીને આવો મનુષ્યદેહ અમૂલ્ય છે તેને ખૂએ છે, ને તે જગતમાં તો ડાહ્યા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ-કીર્તિ ઘણી હોય તે તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો બ્રહ્મવેત્તા સાધુ ને સદ્ગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્મઘાતી કહે છે ને તેમને પાછો ફરીને આવો મોક્ષ-ક્ષેત્રમાં મનુષ્યનો દેહ મળવો તેની વિલંબ તો ઘણી છે.
તે સદ્ગ્રંથોને અનુસારે લખ્યું છે જે આપણાં વર્ષ ૬૬૬ છસો ને છાસઠ ને માસ ૮ આઠ જાય છે ત્યારે બ્રહ્માનો ૧ લવ થાય છે. એવા ૬૦ લવનું ૧ એક નિમિષ તે આપણાં વર્ષ ૪૦,૦૦૦ ચાળીશ હજાર જાય ત્યારે બ્રહ્માનું એક નિમિષ થાય. એવા ૬૦ સાઠ નિમિષનું એક પળ તે આપણાં વર્ષ ૨૪,૦૦,૦૦૦ ચોવીશ લાખ જાય ત્યારે બ્રહ્માનું ૧ પળ થાય. એવા ૬૦ સાઠ પળની ૧ એક ઘડી તે આપણાં વર્ષ ૧૪,૪૦,૦૦,૦૦૦ ચૌદ કરોડ ને ચાલીશ લાખ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી ૩૦ ત્રીશ ઘડીનો ૧ એક દિવસ તે આપણાં વર્ષ ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ ને બત્રીશ કરોડ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તે ચાર જુગની ૧ એક ચોકડી ૧૭,૨૮,૦૦૦ સત્તર લાખ ને અઠ્ઠાવીશ હજાર સતયુગ ૧૨,૯૬,૦૦૦ બાર લાખ ને છન્નુ હજાર ત્રેતાયુગ, ૮,૬૪,૦૦૦ આઠ લાખ ચોસઠ હજાર દ્વાપર. ૪,૩૨,૦૦૦ ચાર લાખ ને બત્રીશ હજાર કળિનાં. ૪૩,૨૦,૦૦૦ ત્રેંતાળીશ લાખ ને વીશ હજાર વર્ષ થાય ત્યારે ૧ એક ચોકડી થાય. એવી બ્રહ્માના ૧ દિવસમાં ૧ એક હજાર ચોકડી યુગના થાય છે. તે બ્રહ્માના ૧ એક દિવસમાં ૧૪ ચૌદ મનુ ને ૧૪ ચૌદ ઇંદ્ર તે તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. ૧ એક મનુ ને ૧ એક ઇંદ્ર આપણાં વર્ષ ૩૦,૮૫,૭૧,૪૨૮ ત્રીશ કોટિ ને પંચાશી લાખ ને ઇકોતેર હજાર ને ચારસે અઠ્ઠાવીશ ને તે ઉપરાંત માસ ૬ છો ને દિવસ ૨૫ પચીશ, ઘડી ૪૨ બેંતાળીશ, પળ ૫૧ એકાવન, નિમિષ ૨૫ પચીશ , લવ ૪૨ બેતાળીશ ને ઉપરાંત ૧૨ બાર લવનો ચૌદમો ભાગ એટલું એક એક રહીને ચૌદ ઇંદ્ર થઇ જાય છે. તે બ્રહ્માના લવ-નિમિષાદિક સર્વ દિવસમાં ઊપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂએ છે ત્યારે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે આપણાં વર્ષ ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઇને એક દિવસ થાય છે તે દિવસ દિવસ પ્રત્યે નાશ થાય છે તે દિવસાંતરે પાછું કરે છે ને તે નાશ થાય છે. તેનું નામ ૨ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે એ બ્રહ્માના ૧ એક દિવસની અવધિ કહી. એવા ૩૦ ત્રીશ દિવસનો ૧ એક માસ. એવા બાર માસનું ૧એક વર્ષ . એવાં ૧૦૦ સો વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ ચૌદ લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઊપજ્યું જે કારજ તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે, ચોથો આત્યાંતિક પ્રલય થાય છે ત્યારે તો અનંતકોટિ બ્રહ્માંડનો નાશ થાય છે, તે દિવસ તો પ્રધાનપુરુષનું કારણ એ જે પ્રકૃતિપુરુષ તે પોતાને વિષે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષરપુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્યાંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલયકાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્પત્તિકાળે અનુક્રમે તેથી લોમ જ ઉત્પન્ન થાય છે. એ તો ચાર પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ-અવધિનો કીધો એવા સાડી ત્રણ કોટિ પ્રાકૃત થઇ જાય છે ત્યારે એ જીવ છે તે આવો દેહ મનુષ્યદેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માયિક સુખ ને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતના તે નરકકુંડનાં દુ:ખ ને લખચોરસી જાતના જે દેહ છે તેનાં દુ:ખ ભોગવીને તેમાં ફરી પાછો સાડી ત્રણ કોટી પ્રાકૃત પ્રલય કહ્યા એવા થાશે ત્યારે ફરીને મોક્ષક્ષેત્રમાં આવો મનુષ્યનો દેહ પામે છે. એટલી ફરીને મનુષ્યદેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઇ! સૂઝે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદ્ગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઇન્દ્રિયોને અંત:કરણને વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો, ને જો આજ એ વાત નહિ સમજો ને આવો મનુષ્યદેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાની વિલંબ તો મોરે લખી એટલી છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થાશે. તે દિવસ જોગ મોક્ષ થવાનો થાશે તે દિ’ જો વિચારશો તો થાશે ને નહિ વિચારો તો તે દિ’ પણ મોક્ષ થાશે નહિ એ સિધ્ધાંત વાર્તા છે. સમજુ હોય તે વિચારજો ને મૂરખને માથે તો શ્રુતિ-સ્મૃતિની આમન્યા નથી; તે તો કોઇ એ વાતને સમજશે નહિ. ઇતિ વચનામૃતમ >> ૧ >> શ્રીરસ્તુ શ્રીરસ્તુ શ્રીરસ્તુ.
રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત
“જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે, જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે.” સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખવાણી એટલે વચનામૃત. જગતભરનાં શાસ્ત્રોનો સાર આ વચનામૃતમાં છે. અતિ કીમતી એવા મનુષ્ય જન્મનો હેતુ જીવાત્માના મોક્ષનો છે. આ આત્યાંતિક કલ્યાણની ચાવીરૂપ વાત તથા આધ્યાત્મિક માર્ગના – ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા, ઉપાસના, નિર્માનીપણું, દાસભાવ, પ્રેમલક્ષણાભક્તિ વગેરે અનેક સદ્ગુણો તથા મોક્ષના માર્ગમાં પરમવિઘ્નરૂપ એવા કામ, ક્રોધ, ઇર્ષ્યા, માન, આંટી, હઠ, રસાસ્વાદ, દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત, મત્સર, દ્રોહ વગેરે અનેક દોષોની ઊંડાણપૂર્વક સમજૂતી તથા તે ટાળવાના ઉપાયોની વાત આ વચનામૃત ગ્રંથમાં છે. ટૂંકમાં – માનવજીવનમાં અનુભવાતો કોઇપણ પ્રશ્ન કે ઉદ્ભવતો કોઇપણ પ્રશ્ન અને તેનો ઉકેલ આ વચનામૃત ગ્રંથથી બાકાત નથી. ગામડાના સાવ અભણને કે ખૂબ ભણેલાને કે વિદ્વાનને, શાસ્ત્રીને કે જ્ઞાનીને સૌને સમજાય તથા સમાસ થાય તેવી વાતો આ ગ્રંથમાં છે... અને હોય જ ને ...! કારણકે સર્વે જીવોના રુડા માટે, આત્યાંતિક કલ્યાણ માટે, જીવોની શુધ્ધિ અને વૃધ્ધિ માટે, આધ્યાત્મિક માર્ગના શ્રેષ્ઠ શિખરે સૌને પહોંચાડવા માટે તો શ્રીજીમહારાજનું આ બ્રહ્માંડમાં પ્રાગટય હતું. પ્રશ્ન એ થાય કે આવો સર્વોત્તમ, લોકભોગ્ય ગ્રંથ વચનામૃત છે તો પછી તેના પર ટીકા-સમજૂતી કે વિવેચન લખવાની શી જરુર...? પરંતુ વચનામૃતનો અતિ ધ્યાનપૂર્વક બારીકાઇથી અભ્યાસ કરતાં જણાય છે કે શ્રીજીમહારાજે વચનામૃતમાં જે વાતો પીરસી છે તે, તે સમયે સામે સભામાં બેઠેલા શ્રોતાઓની કક્ષા પ્રમાણે એટલે કે પાત્રતા પ્રમાણે વાતો કરી છે. તેથી કેટલીક વાતો પરોક્ષભાવે કરવી પડી છે. શ્રીજીમહારાજે ક્યાંક પોતાને ભક્ત તરીકે, તો ક્યાંક પોતાને અનાદિમુક્ત તરીકે તો ક્યાંક પોતાને સાધુ તરીકે તો ક્યાંક પોતાને અવતાર તરીકે તો ક્યાંક પોતાને સર્વાવતારી ભગવાન તરીકે વર્ણવ્યા છે. તેથી ભક્તજનોને-સાચા મુમુક્ષુજનોને ભગવાનનાં સ્વરૂપ વિષે નિર્ણય કરવામાં મૂંઝવણ થાય તે સ્વાભાવિક છે. જેમ કે,
ઉપરોક્ત વચનો શ્રીજીમહારાજ જ બોલ્યાં છે... પણ તે જોતાં ભક્તજનને મૂંઝવણ થાય કે શ્રીજીમહારાજને ભક્ત સમજવા, મુક્ત સમજવા, શ્રી નરનારાયણ સમજવા કે સર્વોપરિ, સર્વાવતારી સમજવા...? કઇ વાત શ્રીજીમહારાજે શા માટે કરી છે તે વચનામૃતમાં નથી. ત્યારે ઉપરોક્ત ભિન્નતા દૂર કરવા આ વચનામૃતની ટીકા સમજૂતીની આવશ્યકતા છે જ. શ્રીજીમહારાજના આવા રહસ્ય અભિપ્રાયોને તથા ક્યારેક કરેલી રોચક, ભેદક, ભયાનક કે વાસ્તવિક વાતોને કોણ સમજાવી શકે...? આવા ગૂઢ અર્થોને કોણ સમજાવી શકે...? શું વિદ્વાનો, શાસ્ત્રીઓ, ભણેલાઓ કે કવિઓ સમજાવી શકે? ના... “જ્યાં ન પહોંચે અનંત કવિ ત્યાં પહોંચે એક અનુભવી.” કવિઓ તો કલ્પના કરે... શાસ્ત્રીઓ, વિદ્વાનો, પંડિતો તો શાસ્ત્રમાંથી જ કહી શકે. પરંતુ સાચા અનુભવી હોય તે યથાર્થ અર્થ કરી શકે... અને સ્વાભાવિક છે કે પોતાના ઘરની વાત કોણ જાણે...? તો પોતે કાં પોતાના ઘરનાં જ સભ્યો. તેમ શ્રીજીમહરાજના આવા રહસ્ય અભિપ્રાયોને યથાર્થ કોણ જાણી શકે? તો પોતે કાં પોતાના ઘરના સભ્યો એટલે કે પોતાના ધામમાંથી આવેલા મુક્તો... પોતાના સંકલ્પો... ત્યારે કચ્છના બળદિયા ગામે શ્રીજીમહારાજના સંકલ્પથી અને આશીર્વાદથી જ પ્રગટ થયેલા શ્રીજી સંકલ્પ મૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રી આવા અનુભવી હતા... જેમના દ્વારે બોલનારા સ્વયં શ્રીજીમહારાજ હતા... બાળપણથી જ શ્રીજીમહારાજ જેવા જ ઐશ્વર્યો દેખાડતા... આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, સદ્. ગુણાતીતાનંદ સ્વામી, સદ્. લોકનાથાનંદ સ્વામી, આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ, શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ વગેરે જેવાએ પણ જેમને પ્રમાણ કર્યાં છે... અમદાવાદ, વડતાલ, મૂળી, જૂનાગઢ વગેરે દેશના મોટા મોટા સદ્ગુરુ સંતો આ બાપાશ્રીના ખોળામાં માથું મૂકી આશીર્વાદ માંગતા... આખા સંપ્રદાયના ઉપરી સંત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કે જેમની કૃપાથી સિધ્ધદશાને પામેલા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા માંડવીના લક્ષ્મીરામભાઇ જેવા સિધ્ધમુક્તો પણ જેમને જીવનપ્રાણ કહેતા, જેમનો અપાર મહિમા સમજતા અને અનેકને સમજાવતા તેવા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ગ્રંથની ટીકા કરી છે. ટીકા એટલે નિંદા કે ટિપ્પણી નહીં પરંતુ સમજૂતી-શ્રીજીમહારાજના વચનામૃતની ટીકા કરનાર આપણે કોણ.? આવી અણસમજણ અને અજ્ઞાન તથા જડતા ભરેલી દલીલોથી પર થઇ તટસ્થભાવે આ ટીકા કે જે શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખાવે છે, આપણને મળેલા ઇષ્ટદેવના સ્વરૂપની યથાર્થ પુષ્ટિ કરાવે છે... શ્રીજીમહારાજનો આ બ્રહ્માંડમાં પ્રગટ થયાનો હેતુ પૂર્ણ કરે છે... આપણા બાપ શ્રીજીમહારાજના સિધ્ધાંતોને સમર્થન પૂરું પાડે છે... સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ જેવી અજોડ અને કેવળ અનુભવાત્મક જ્ઞાનવાતોને સરળતાથી સમજાવે છે. તેવી ‘ટીકા’ને વાંચવાથી ખૂબ ઊંચા જ્ઞાનની, સમજણની અને ઊંચી સ્થિતિની પ્રાપ્તિ થયાનો અનુભવ થશે.. જોઇએ આ “રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા” એટલે શું અને તેની વિશેષતાઓ. | |||||||||||||||||||||||
| રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતની વિશેષતા | |||||||||||||||||||||||
|
Friday, May 20, 2011
શ્રીજી મહારાજના સર્વોપરીપણાના વિશિષ્ટ લક્ષણો
શ્રીજી મહારાજના સર્વોપરીપણાના વિશિષ્ટ લક્ષણો :
૧. અષ્ટાંગયોગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન,
ધારણા ને સમાધિ - સાધે ત્યારે એક વખત સમાધિ થાય આવી દુર્લભ
સમાધિ શ્રીજી મહારાજ સહેજે સહેજે કરાવતા. પશુ, પક્ષી, માણસો, ભક્ત
-અભક્ત .... આદિક અનંતાનંતને દર્ષ્ટિમાત્રે, ચાખડીના અવાજે, સોટી
અડાડીને, તાળી પાડીને આવી રીતે સહેજે સહેજે સમાધિ કરાવતા.
સમાધિ શ્રીજી મહારાજ સહેજે સહેજે કરાવતા. પશુ, પક્ષી, માણસો, ભક્ત
-અભક્ત .... આદિક અનંતાનંતને દર્ષ્ટિમાત્રે, ચાખડીના અવાજે, સોટી
અડાડીને, તાળી પાડીને આવી રીતે સહેજે સહેજે સમાધિ કરાવતા.
તેમના સંતો અને હરિભક્તો પણ સમાધિ કરાવતા. પૂર્વે ઋષિમુનિઓ
તપ કરીને રાફડા થઇ ગયા છતાં સમાધિ નથી થઇ તેવી સમાધિ
શ્રીજીમહારાજ અનંતાનંતને સહેજે સહેજે કરાવતા. વળી,
શ્રીજીમહારાજ અનંતાનંતને સહેજે સહેજે કરાવતા. વળી,
શ્રીજી મહારાજ અક્ષરધામ ની સમાધિ કરાવતા. આવી નિર્વિકલ્પ
સમાધિ તો શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈએ કરાવી નથી અને
કરાવી શકે પણ નહિ.
સમાધિ તો શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈએ કરાવી નથી અને
કરાવી શકે પણ નહિ.
૨. સમાધિમાં અનંતાનંત અવતારોને પોતાની મૂર્તિ માં લીન કરી
દેખાડ્યા છે.
૩. કોઈ અવતારોએ પોતે પોતાનું નામ નથી પાડ્યું - જયારે શ્રીજી
મહારાજે પોતાનું સર્વોપરી એવું સ્વામિનારાયણ નામ,
પોતાની જાતે પાડ્યું છે. (સવંત ૧૮૫૮ માગશર વદ એકાદશી -
રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસે ફણેણી મુકામે ...) વળી આ
સ્વામિનારાયણ મહામંત્રનો સ્વમુખે અપાર મહિમા વર્ણવ્યો.
(જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે...)
સ્વામિનારાયણ મહામંત્રનો સ્વમુખે અપાર મહિમા વર્ણવ્યો.
(જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે...)
૪. સ્વામિનારાયણ ભગવાને કદી હાથમાં શસ્ત્ર લઈને કોઈને માર્યા
નથી, પરંતુ જોબનપગી જેવા અનેક પાપના પર્વતોને, દૃષ્ટિમાત્રે
કરીને ઓગાળી નાંખ્યા છે અને આદર્શ ભક્તો કર્યાં છે. એટલે
માણસને નથી માર્યા, પરંતુ એની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ,
માન, રસાસ્વાદ આદિક અંત:શત્રુઓને માર્યા છે અને માણસને
તાર્યા છે.
૫. સ્વામિનારાયણ ભગવાને પોતે બ્રહ્મચર્ય પાળ્યું છે અને પોતાના
હજારો અનુયાયીઓને પળાવ્યું છે. અત્યારના ઘોર કળીકાળ માં
સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે હજારો સંતો, હરિભક્તો અને
સાંખ્યયોગી બાઈઓ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. નિષ્કામી વર્તમાનની
આટલી દ્રઢતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે તેવી બીજે ક્યાંય નથી.
૬. સ્વામિનારાયણ ભગવાન પ્રતિમા સ્વરૂપ સદાય પ્રગટ છે. પ્રતિમાને
વિષે આવો પ્રગટ અને પ્રત્યક્ષ ભાવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે
એવો ક્યાંય નથી. હજારો પરચા એવા છે કે પ્રતિમા સ્વરૂપે ભગવાને
પ્રત્યક્ષ ભાવ જણાવ્યો હોય.
૭. હજારો વર્ષો સુધી તાપ કરીને રાફડા થઇ જાય, વાયુ ભક્ષણ કરીને
સુકાઈ જાય તોય આત્યંતિક મોક્ષ ન થાય ..... આત્યંતિક કલ્યાણની
પ્રાપ્તિ સ્વામિનારાયણ ભગવાન અને એમના સતોએ સાવ ફ્દલ માં
કરાવી. પશુ, પક્ષી, જીવ પ્રાણીમાત્ર, પામર, પતિત, અધમ, ભૂતયોનીને
પામેલા હોય તેવા ........... અનંતાનંતના શ્રીજી મહારાજ અને તેમના
સંતોએ ફ્દલમાં કલ્યાણ કર્યા છે. અને પોતાના સંતો - મુકતો દ્વારા
આત્યંતિક કલ્યાણના સદાવ્રત ચાલુ રાખ્યા છે.
૮. એક સાથે ૫૦૦ પરમહંસોને દિક્ષા આપી .... કોઈ અવતારોએ આ
કાર્ય કર્યું નથી. આ પરમહંસો કંઈ ભૂખે મરતાં હોય, ગરીબ હોય,
અભણ હોય, વધારાના હોય એવા નહોતા.
બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં પોણો મણ સોનું શરીર પર ધારણ કરતા
હતા. ૨૪ કળામાં પારંગત હતા. નિત્યાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં
બુંદેલખંડમાં, દંતિયા ગામના રાજા હતા. એક કરોડના આસામી
હતા. સોનાના સિગરામ માં બેસીને જાત્ર કરવા નીકળેલા. આવા એક
એક થી ચડે એવા ૫૦૦ - ૫૦૦ પરમહંસોને એક સાથે દિક્ષા આપી.
આવા ૩૦૦૦ સાધુ ઓ શ્રીજી મહારાજનું ભજન કરતા હતા.
૯. શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં પોતાના મંદિરો કર્યા. માંહી પોતાના
સ્વરૂપો પધરાવ્યા. પોતાની હયાતીમાં પોતાનું ભજન - ભક્તિ કરાવ્યું.
કોઈ અવતારોએ આ કાર્ય કર્યું નથી.
૧૦. શ્રીજી મહારાજ અગાઉ દર્શન આપી ભક્તોને ધામમાં લઇ જતાં. કોઈને
આયુષ્ય ન હોય તોય રાખે અને આયુષ્ય હોય તોય લઇ જાય. અરે ....
કોઈના બદલે કોઈને ધામમાં લઇ જાય. આમ આત્માનો અદલો બદલો
પણ કરતા. આવું કાર્ય કોઈ અવતારોએ આ કાર્ય કર્યું નથી.
૧૧. પુરાણની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં સર્વોપરી ભગવાનનાં લક્ષણો
સ્વામિનારાયણ ભગવાન ની મનુષ્યરૂપ મૂર્તિને મળતા આવે છે. જેમ કે
ચરણમાં સોળ ચીહ્ન, સવા ચોસઠ તસુની ઉંચાઈ, અનીયાલીન નાક, તિલ,
ચીહ્ન વગેરે ઘણા લક્ષણો સ્વામિનારાયણ ભગવાન ને મળતા આવતા.
સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી કેવી રીતે?
સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી કેવી રીતે?
સ્વામિનારાયણ ભગવાન ને સર્વોપરી સમજવા માટે
અન્વય વ્યતિરેક ની લાઈન સમજવી બહુ જરૂરી છે.
સાથે વચનામૃત નું જ્ઞાન પણ જરૂરી છે. શ્રીજી મહારાજની તેજોમય મૂર્તિ એજ વ્યતિરેક સ્વરૂપ.
અન્વય વ્યતિરેક ની લાઈન સમજવી બહુ જરૂરી છે.
સાથે વચનામૃત નું જ્ઞાન પણ જરૂરી છે. શ્રીજી મહારાજની તેજોમય મૂર્તિ એજ વ્યતિરેક સ્વરૂપ.
શ્રીજી મહારાજની તેજોમય મૂર્તિમાંથી નીકળતો અધો -ઉર્ધ્વ ચારે કોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ એ અક્ષરધામ. આ વાત ઘણા વચનામૃત માં કહેલી છે.
વ્યતિરેક મૂર્તિ ના સંબંધમાં ચાર વર્ગના મુકતો-ભક્તો આવે.
૧. અનાદિ મુકતો આ બંને મુકતો સિદ્ધ
૨. પરમ એકાંતિક મુકતો દશામાં છે.
૩. એકાંતિક ભક્ત આ બંને ભક્તો
૪. ચાલોચલ ભક્ત સાધનદશા માં છે.
શ્રીજી મહારાજની તેજોમય મૂર્તિમાંથી નીકળતા તેજના સમૂહમાંથી તેજની એક કિરણ એટલે અન્વય સ્વરૂપ:
હવે અન્વય સ્વરૂપના સંબંધવાળા માં કોણ કોણ આવે તે જોઈએ.
૧. અનંત મૂળ અક્ષરો : જે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળતા
તેજના સમૂહમાંથી તેજ ની એક કિરણના આધારે રહ્યા છે.
અક્ષરકોટિ
૨. અનંત વાસુદેવબ્રહ્મ : જે અનંત અક્ષરોમાંથી એક અક્ષરના
તેજના આધારે અનંત વાસુદેવબ્રહ્મ રહેલા છે.
બ્રહ્મકોટિ
૩. અનંત મૂળપુરૂષ - શ્રીકૃષ્ણ: જે અનંત વાસુદેવ બ્રહ્મ માંથી એક
વાસુદેવ બ્રહ્મ ના આધારે અનંત મૂળપુરૂષ કહેતાં અનંત
શ્રીકૃષ્ણ રહેલા છે.
ઈશ્વરકોટિ
અક્ષરકોટિ બ્રહ્મકોટિ અને ઈશ્વરકોટિ આ ત્રણ માયાથી પરના છે.
૪. અનંત પ્રધાન પુરુષ - રામચંદ્રજી : અનંત મૂળપુરૂષ માંથી એક
મૂળપુરૂષના આધારે અનંત પ્રધાન પુરુષ રહેલા છે.
૫. અનંત મહતત્વ: અનંત પ્રધાન પુરુષ માંથી એક પ્રધાન પુરુષ
ના આધારે અનંત મહતત્વ રહેલા છે.
૬. અનંત અહંકાર: અનંત અહંકારમાંથી એક અહંકારના આધારે
અનંત વૈરાજ નારાયણ રહેલા છે.
૭. અનંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ: અનંત વૈરાજ નારાયણ માંથી એક
વૈરાજ નારાયણ ના આધારે અનંત બ્રહ્મા, વિષ્ણુ, શિવ રહેલા
છે.
૮. અનંત ઇન્દ્રાદિક દેવી-દેવતાઓ, હનુમાનજી, ગણપતિજી,
માતાઓ આદિક
૯. અનંત જીવ પ્રાણી-માત્ર
અનંત પ્રધાન પુરુષ થી લઈને અનંત જીવ પ્રાણી માત્ર માયામાં રહેલા કહેવાય છે અને જીવકોટિની સંજ્ઞામાં આવે. ખરેખર તો અન્વય સ્વરૂપના સંબંધ વાળા મૂળ અક્ષર થી માંડીને જીવ પ્રાણી માત્રને જો આત્યંતિક મોક્ષ જોઈતો હોય તો તેમને જીવ થવું પડે અને એટલે જ અન્વય સ્વરૂપના સંબંધ વાળા મૂળ અક્ષર થી માંડીને જીવ પ્રાણી માત્ર જીવકોટિ માં ગણાય. આમ તો પ્રધાન પુરુષ થી માંડીને જીવ પ્રાણી માત્ર જીવકોટિ માં ગણાય.
હવે આપડે એ સમજવાનું કે અનંત મૂળ અક્ષર થી માંડીને અનંત જીવ પ્રાણી માત્ર ને શ્રીજી મહારાજની એક કિરણ નો સંબંધ છે તે મોટા કે ચાર વર્ગ ના - ચાલોચલ, એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ મુક્ત - વ્યતિરેક ના સંબંધવાળા મોટા?
જયારે મોટા પુરુષ વર્તમાન ધરાવે છે ત્યારે આશીર્વાદ આપે છે કે તમોને અનાદિ મુક્ત બનાવ્યા છે અને મૂર્તિ માં રાખ્યા છે તો પછી જયારે આપણને ગુરુમંત્ર મળ્યો હોય કે અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ તો આપડે કોનાથી મોટા અને કોનાથી નાના? તો જવાબ છે કે અનાદિ મુક્ત થી એક શ્રીજી મહારાજ મોટા અને બીજા બધા કહેતાં પરમ એકાંતિક મુક્ત, એકાંતિક મુક્ત ચાલોચાલ ભક્ત અને અનંત મૂળ અક્ષરો થી માંડીને અનંત જીવ પ્રાણી માત્ર નાના. એટલે કે આપડો નંબર બીજો. હવે જો આટલી મોટી પ્રાપ્તિ થઇ હોય તો પછી આપણને અધૂરું કેમ મનાય છે? જવાબ છે આપણને આપડી પ્રાપ્તિ નું ગૌરવ જ નથી અથવા ખબર જ નથી. હકીકતમાં આપડી પ્રાપ્તિ ખુબજ મોટી છે અને હવે આપડે સ્થિતિ માટે પ્રયત્ન કરવાનો છે.
હવે જેને અનાદિ મુક્ત ની સંજ્ઞા માં રાખ્યો હોય તેનું માથું બીજે નમે? ના જ નમવું જોઈએ પણ પ્રાપ્તિ નું ભાન નથી કે પ્રાપ્તિ નો આનંદ નથી એટલે માથા જયાં ત્યાં નમાવતા રહે છે અને કરોડપતિ બાપ ના દીકરા હોવા છતાં ફાટેલા લેંગા પહેરે છે અને બાપની આબરૂ બગાડે છે.
સાથે એ પણ સમજવું જોઈએ કે હવે આપડે અન્વયની લાઇનવાળા જોડે સંબંધ ના રખાય. તો અન્વય ની લાઇનવાળા એટલે જેને હજુ અન્વય ની લાઇન વાળા નો ભાર રહેતો હોય તે.
Thursday, May 19, 2011
ગઢડા છેલ્લા પ્રકરણનું ૩૯ મું વચનામૃત: અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ તે ભગવાન જેવા તો થતા જ નથી, ને જો ભગવાન જેવા થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ અને બીજો કહેશે હું પશુના ધર્મ માણસ માં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ જુઓને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી, માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે (સ્વામિનારાયણ ભગવાન) તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી, માટે ભગવાન તે એક જ છે પણ બીજો આ જેવો થતો નથી, અને આ સર્વે વાત કરી તે થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાત નું જે રહસ્ય છે તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સંજય નહિ, અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઇ અને કંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થાતી જાય.
અહીં શ્રીજી મહારાજે સ્પષ્ટ વાત કરી છે કે અમારા જેવા તો અમે એક જ છીએ પરંતુ અમારા જેવો બીજો કોઈ ભગવાન નથી. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાન એ એક જ સનાતન ભગવાન છે અને બીજા ભગવાન એ આધુનિક ભગવાન છે (અમદાવાદનું ૭ મું વચનામૃત) સ્વામિનારાયણ ભગવાન જ ભગવાન છે અને બીજા સર્વે ભગવાન તેમની સત્તાથી થયા છે અને રહ્યા છે. આ વાતની જો સમજ પડી જાય તો તેને સ્વામિનારાયણ ભગવાને ડાહ્યો કહ્યો છે.
મુકતો જો આ વાત સમજણ માં આવી જાય તો કામ થઇ જાય. કહેવાનો મતલબ કે સ્વામિનારાયણ ભગવાન એ એક જ સનાતન ભગવાન છે અને આપણે સૌ તેમના આશ્રિત છીએ તો પછી આપણે બીજાનાં ગાણા ગાવાના બાકી રહે? જવાબ છે ના તો પછી ચાલો આપણે સૌ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજી એ અને સૌને સમજાવીએ કે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાન ની આવી દ્રઢ નિષ્ઠા કેળવીએ અને જીવમાં ઉતારી દઈએ કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી અને એ સ્વામિનારાયણ ભગવાન મારા બાપ છે અને હું એમનો દીકરો છું.
સૌને જય સ્વામિનારાયણ.
વાચક મિત્રો,
સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ થવાના છ હેતુમાંથી એક હેતુ હતો : સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને જ્ઞાન પ્રવર્તાવવું. નિષ્કુળાનંદ સ્વામી ને રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે
જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળી એથી
આ છે અવતારના અવતારી, ઘણું શું કહું વિસ્તારી.
રામાનંદ સ્વામીએ તો તે સમયે અગમ વાણી ઉચ્ચારી હતી અને જયારે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને અક્ષર ઓરડીમાં બોલાવીને યાદ અપાવી કે સ્વામી આપણે અક્ષરધામમાંથી અનંત મુકતો ને લઈને આ લોકમાં શા હેતુ થી આવ્યા છીએ એ જાણો છો? ગોપાળાનંદ સ્વામીએ જયારે ના પાડી ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે છ હેતુ બતાવ્યા અને તેમાંનો એક હેતુ ઉપર લખ્યો છે તે મુજબ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના અને જ્ઞાન પ્રવર્તાવવા. હવે જો ગોળ ને ખોલ ભેગું કૂટ્યા કરીશું તો મુમુક્ષોને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના કેમ સમજાશે?
Subscribe to:
Comments (Atom)
