Tuesday, June 14, 2011

સનાતન ભગવાન અને આધુનિક ભગવાન

સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે.  સર્વોપરી ભગવાન એક જ હોય.  જે ભગવાન એક જ હોય અને કોઈની સત્તાથી ના થયા હોય તેને સનાતન ભગવાન કહેવાય. અને જે ભગવાન કોઈની સત્તાથી થયા હોય તેને કહેવાય આધુનિક ભગવાન. એટલે કે ભગવાનના બે પ્રકાર થયા. આ વાત કોઈ વચનામૃત માં લખી છે?  તો જવાબ છે હા. આ વાત સ્વામિનારાયણ ભગવાને અમદાવાદ ના ૭ સાતમા વચનામૃત માં કરી છે. સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી ને પૂછે છે કે તમે સનાતન ઈશ્વર છો કે  આધુનિક ઈશ્વર છો? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ ને ઉત્તર ન કર્યો. પૂ.  ગુરુજી ની કથા માં આવે છે કે રામાનંદ સ્વામી એ જેઓ અવરભાવ માં ગુરુ હતા એટલે તેમને નીલકંઠ વર્ણીને આજ્ઞા કરી  હતી કે તમારે મારી હયાતી માં કોઈ પરચા ચમત્કાર કરવા નહિ.  
હવે સવાલ એ થાય છે કે આ વાત ક્યાં અનુસંધાન માં કરવામાં આવી? તો આ માટે આપડે વચનામૃત અમદાવાદનું ૭ મું જોઈશું:

વચનામૃત અમદાવાદનું ૭ મું 

સંવત ૧૮૮૨ ના ફાગણ  વદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિર ને વિષે દરવાજા ના મેડા ઉપર વાસુદેવ  માહાત્મ્ય  વંચાવે છે. પછી ઊઠીને  દરવાજા  પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા  સમે  વિરાજમાન થયા છે અને  મસ્તક  ઉપર  ગુલાબી  રંગની પાઘ બાંધી છે ને તેમાં ગુલાબના   તોરા  ખોસ્યા છે ને ગુલાબના હર પહેરીને ગરકાવ થયા છે ને શ્વેત પછેડી ઓઢી છે ને શ્વેત સુરવાલ  પહેર્યો છે ને ઉગમણે   મુખારવિંદે  વિરાજમાન છે ને પોતાના મુખારવિંદના આગળ  મુનિ તથા  દેશદેશના હરી ભક્તની સભા ભરાઈને બેઠી છે. 

વિવેચન:
વાચક મિત્રો ઉપરોક્ત ફકરો વાંચતા નીચેની વાતો ફલિત થાય છે:

૧.       ખુબ જ મહત્વની વાત કહેવી છે એટલે સંધ્યા સમય પસંદ કર્યો છે.
૨.       ઘણા માણસો (હિરણ્યક્શીપુ જેવા) અમુક વાતને દિવસે પણ ના માને કે
          રાત્રે પણ  માને નહિ.  તેવા  માણસો માટે આ સંધ્યા સમય લાલબત્તી
           સમાન છે.
૩.       અમદાવાદના ૭ મા વચનામૃત માં કરેલી વાત કેટલી બધી મહત્વની છે
           તેનો ખ્યાલ  સંપ્રદાય માં   બધાને આવે તો કેટલું સારું?
૪.      શ્રીજી મહારાજ આ વાત કરવા માટે કેટલા બધા આતુર છે અને ખુશ છે
          તે વાત નો  ખ્યાલ આવે  છે ગુલાબી પાઘ, ગુલાબના તોરા અને ગુલાબના
          હારથી.  સ્વામિનારાયણ ભગવાન ગુલાબના   હાર પહેરી ગરકાવ કહેતાં મસ્ત
          બન્યા છે.
૫.      આ વાતની જરૂર બધાને છે એટલે સભામાં સંતો તથા હરિભક્તો બંને છે.

( હિરણ્યક્શીપુ જેવા રાક્ષસી  પ્રકૃતિના માણસ કે જે પોતે રાતે પણ નથી મરવાનો અને દિવસે પણ નથી મરવાનો અને એ મગરૂબી માં અત્યાચાર કરતો રહે છે, પોતાના સગા દીકરાને પણ છોડતો  નથી,  એવા   નરાધમ માણસ માટે નૃસિંહ ભગવાને સંધ્યા સમય પસંદ કર્યો હતો અને   હિરણ્યક્શીપુ પાસે જ બોલાવ્યું હતું કે અત્યારે દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી અને તેનો સંહાર કર્યો હતો. - કહેવાનો મતલબ   એ જ  છે કે આ વચનામૃત માં  સ્વામિનારાયણ ભગવાને કરેલી વાત કે મારા સિવાય કોઈ સનાતન ભગવાન નથી એ વાત જો કોઈના સમજમાં ન આવે તો તેને માટે કયો સમય પસંદ કરવો? )

તે  સમે પ્રાગજી દવેએ મુનિઓને પ્રશ્ન પૂછ્યો જે, ભગવાનને વિષે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે  કહો .   

વિવેચન:

વાચક મિત્રો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે તથા ખુબ જ માર્મિક પ્રશ્ન છે. પ્રશ્ન માં ઘણો તર્ક છે. પ્રથમ તો પ્રશ્ન સમજવો ખૂબ જરૂરી છે.  ભગવાન ને વિષે - અહિં કયા ભગવાન એ સ્પષ્ટતા નથી કરી. ખરેખર સનાતન ભગવાન એ જ ભગવાન છે. અને સનાતન ભગવાન એક જ છે અને તે છે સ્વામિનારાયણ ભગવાન. બાકી બીજા બધા ભગવાન કહેવાતા ભગવાન છે મતલબ કે આધુનિક ભગવાન છે.
પ્રશ્ન નો બીજો મુદ્દો છે કે મન વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો.  - આ વાતમાં પણ ત્રણ પોઈન્ટ છે:
૧.  મન જ સંકલ્પ વિકલ્પ ના ઘાટ ઘડે છે. આ ભગવાન હશે કે નહિ હોય? ભગવાન આવા હોય?  વિ.
૨.  વ્યભિચાર એટલે શું?  અવરભાવ માં અથવા વ્યવારિક દ્રષ્ટિ એ વ્યભિચાર એટલે પુરુષ એક કરતાં
     વધુ સ્ત્રી સાથે અને  સ્ત્રી એક કરતાં વધુ પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે તે. અહિં આ અર્થ માં
     વ્યભિચાર ની વાત નથી. અહિં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજાને સનાતન ભગવાન સમજવો
     અને તેનો ભાર રાખવો તેને વ્યભિચાર કહ્યો છે.
૩.  થોડો સમય ભગવાનનો નિશ્ચય રાખવો અને થોડો સમય વ્યભિચાર કરવો એમ ના ચાલે એટલે પ્રશ્ન
    માં પૂછ્યું કે કોઈ કાળે ન પામે તે કહો. મતલબ કે કાયમ માટે ભગવાનનો નિશ્ચય રહે, નિશ્ચય માં
    અનિશ્ચય  ના ઘાટ ના થાય તો જ કોઈ કાળે ન પામે તેમ કહેવાય.

મુકતો, પ્રશ્નને ખરેખર કહેવો હોય પૂછવો હોય તો આ રીતે પુછાય:  હે ભગવાન તમે જ ભગવાન છો અને બીજો કોઈ ભગવાન નથી એવો દ્રઢ નિશ્ચય કાયમ કેમ રહે તે કહો.  



હવે પ્રશ્ન પૂછ્યો છે મુનિઓને અને તરત જ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એનો ઉત્તર તો અમે કરશું.

વિવેચન:

Thursday, June 2, 2011

સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.
મુકતો સ્વામિનારાયણ ભગવાન ને જાણ્યા પછી, તેમના સત્સંગી થયા પછી જો આપણને સ્વામિનારાયણ ભગવાનનો કેફ ના રહે, તેમનો મહિમા ના સમજાય, સ્વામિનારાયણ ભગવાન નું ગૌરવ ના સમજાય કે ના સચવાય તો આપડે સાચા સત્સંગી કહેવાઈ એ ખરા?

Wednesday, May 25, 2011

ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૫મું વચનામૃત




ગઢડા પ્રથમ પ્રકરણનું ૧૫મું વચનામૃત 
  
 
 
       સંવત ૧૮૭૬ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
       પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, (૧) જેના હૈયામાં ભગવાનની ભક્ત‍િ હોય તેને એવી વૃત્ત‍િ રહે જે, ભગવાન તથા સંત તે મુને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મથી મનાશે ને આટલું નહિ મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. (૧)
       અને વળી ભગવાનની મૂર્ત‍િને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે ને મૂર્ત‍િ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય, ને નિત્‍ય નવી શ્રધ્‍ધા રાખે ને મૂર્ત‍િ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્‍પ થાય ને તે હઠાવ્‍યા હઠે નહિ, તો ભગવાનનો મોટો મહિમા સમજીને, પોતાને પૂર્ણકામ માનીને, તે  સંકલ્‍પને ખોટા કરતો રહે, ને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે; તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય, અથવા વીસ વર્ષ થાય અથવા પચવીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય, તો પણ કાયર થઇને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્‍ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે:-
       તે માટે એમ ને  એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. (૨) ઇતિ વચનામૃતમ || ૧૫ ||

ગઢડા પ્રથમ પ્રકરણનું ૯મું વચનામૃત


 

ગઢડા પ્રથમ પ્રકરણનું ૯મું વચનામૃત
 
 
 
 
       સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્‍ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) શ્રીકૃષ્‍ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ને તેની ભક્ત‍િ કરતો હોય ને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને ને અંત:કરણમાં ન્‍યૂનતા વર્તે જે ગોલોક-વૈકુઠાદિક ધામને વિષે જે આ ને આ  ભગવાનનું તેજોમયરૂપ છે, તે મુને જ્યાં સુધી દેખાણું નથી ત્‍યાં સુધી મારું પરિપૂર્ણ કલ્‍યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન  હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. (૧)
       અને જે પ્રત્‍યક્ષ ભગવાનને વિષે દ્રઢ નિષ્‍ઠા રાખે છે, ને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે, ને બીજું કાંઇ નથી ઇચ્‍છતો તેને તો ભગવાન પોતે બળાત્‍કારે પોતે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે ને પોતાની મૂર્ત‍િઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્‍ઠા હોય તેને પ્રત્‍યક્ષ ભગવાન વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ. (૨) ઇતિ વચનામૃતમ  || ૯ ||

ગઢડા પ્રથમ પ્રકરણનું ૬ઠું વચનામૃત





 
ગઢડા પ્રથમ પ્રકરણનું ૬ઠું વચનામૃત 
 
 
 
       સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૯ નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
       પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, (૧) આ સત્‍સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિષે અવગુણને દેખે છે ને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે ગુણને દેખે છે ને ભગવાન ને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે ને દુ:ખ નથી લગાડતો તે તો દિવસે દિવસે સત્‍સંગને વિષે મોટપને પામે છે. (૧) અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્‍સંગ કરે છે ને સત્‍સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિષે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે ને વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે ને સત્‍સંગમાં પ્રતિષ્‍ઠાહીન થઇ જાય છે, માટે પોતાને વિષે જે ગુણનું માન તેનો ત્‍યાગ કરીને શૂરવીર થઇને ભગવાન ને ભગવાનના સંતને વિષે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે ને સત્‍સંગમાં મોટપને પામે છે. (૨) ઇતિ વચનામૃત || ૬ ||

ભૂગોળ-ખગોલનું વચનામૃત

ભૂગોળ-ખગોલનું વચનામૃત
       સંવત ૧૮૭૬ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્‍યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા, તે સમયને વિષે યહ પત્ર લખાવ્યો છે તે શ્રીમદ્ ભાગવતાદિ સદ્ગ્રંથોને વિષેથી લખ્યું છે જે, ભરતખંડમાં મનુષ્‍યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે; ચિંતામણી તુલ્‍ય છે. જે દેહને ઇંદ્રાદિક દેવતા ઇચ્છે છે, તે દેવતાને વિષય, વૈભવ વિલાસ ને આયુષ તે તો મનુષ્‍યના થકી ઘણું અધિક છે, પણ ત્‍યાં મોક્ષનું સાધન નથી થાતું; મોક્ષનું સાધન તો ભરતખંડને વિષે મનુષ્‍યદેહ પામ્યા થકી થાય છે, તે વિના બીજે કોઇ ઠેકાણે ને કોઇ દેહને વિષે થાતું નથી. એ હેતુ માટે સર્વ દેશથી મૃત્‍યુલોકમાં ભરતખંડને વિષે મનુષ્‍યનો દેહ પામવો તે અધિક છે. તેને તુલ્‍ય બીજું કોઇ ચૌદ લોકમાં સ્થાનક નથી. તે ચૌદ લોકનાં નામ-યહ આ મૃત્યુલોક છે તેથી ઊર્ધ્‍વ છ લોક છે. તેમાં પ્રથમ ભુવર્લોક છે. ૧ તેમાં મલિન દેવ રહે છે. તેથી ઊર્ધ્‍વ બીજો સ્‍વર્ગલોક છે. ૨ તેમાં ઇંદ્રાદિક દેવ રહે છે. તેથી ઊર્ધ્‍વ ત્રીજો મહર્લોક છે. ૩ તેમાં અર્યમાદિ પિત્રિદેવ રહે છે. તેથી ઊર્ધ્‍વ ચોથો જનલોક છે. ૪ તેથી ઊર્ધ્‍વ પાંચમો તપલોક છે. પ એ બે લોકમાં ભૃગ્‍વાદિ ઋષિ રહે છે. તેથી ઊર્ધ્‍વ છઠ્ઠો સત્‍યલોક છે. ૬ તેમાં બ્રહ્મા રહે છે. એ સત્યલોક સહિત સાત લોક છે તે મૃત્‍યુલોકથી અધો જે હેઠા સાત લોક છે. તેમાં પ્રથમ તો અતળ ૧, બીજો વિતળ ૨, ત્રીજો સુતળ ૩, એ ત્રણેને વિષે દૈત્‍ય રહે છે. તેથી હેઠો તળાતળ ૧, બીજો મહાતળ ૨, ત્રીજો રસાતળ ૩ એ ત્રણમાં નિશાચર રહે છે. ૬ એને હેઠા કહ્યા તેથી હેઠો સાતમો પાતાળ છે. ૭ તેમાં સર્પ રહે છે. એ સાત લોક તે મૃત્‍યુલોકથી હેઠા છે તે સહિત સર્વ થઇને ચૌદ લોક થયા તેમાં મૃત્યુલોક તે શ્રેષ્‍ઠ છે. તે મૃત્‍યુલોકના સાત દ્વીપ છે. તે ચક્રાકર છે ને તેને મધ્‍યે જંબુદ્વીપ છે. તે એક લક્ષ યોજનનો છે. તેને ફરતો ખારા જળનો સમુદ્ર છે તે પણ એક લાખ જોજનનો છે. ૧ તેથી બીજો પ્‍લક્ષ નામે દ્વીપ છે, તે બે લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ બે લાખ જોજનનો છે. ર તેનું જળ ઇક્ષુ જે શેરડીના રસ જેવું છે ને તેથી ત્રીજો શાલ્‍મલિદ્વીપ છે તે ફરતો છે તે ચાર લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે ચાર લાખ યોજનનો છે. તેનું જળ ને સુરા જે દારૂ તેના જેવું છે. ૩ તેથી ચોથો કુશદ્વીપ છે તે ફરતો છે. ને તે આઠ લાખ જોજનનો છે, ને તેવડો ફરતો સમુદ્ર છે. ને તેનું જળ ઘૃત જે ઘી તે જેવું છે. ૪ ને તેથી પાંચમો ક્રૌંચદ્વીપ છે, તે સોળ લાખ જોજનનો છે. ને તેવડો ફરતો સોળ લાખ જોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર જે દૂધ તે જેવું છે. ૫ તેથી છઠ્ઠો શાકદ્વીપ છે. તે બત્રીશ લાખ જોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે તે તે જેવડો છે. તેનું જળ તે દધીમંડોદ જે દહીં તેના ઘોળવા જેવું છે. ૬ તેથી સાતમો પુષ્‍કરદ્વીપ છે. તે ચોસઠ લાખ યોજનનો છે. ને તેને ફરતો સમુદ્ર છે તે પણ ચોસઠ લાખ જોજનનો છે. તેનું જળ તો સુધા જેવું મીઠું છે. ૭ એવી રીતે સાત દ્વીપ છે.
       તેમાં આ જંબુદ્વીપ છે તે શ્રેષ્‍ઠ છે ને તે જંબુદ્વીપના નવ ખંડ છે. તે કેમ છે તો એ દ્વીપ છે તેને મધ્‍યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક ઇલાવર્ત નામે ખંડ છે. તેમાં સંકર્ષણની ઉપાસના છે ને ત્‍યાં શિવજી મુખ્ય ભક્ત છે અને વળી તે મેરુથી પશ્ચ‍િમ દિશાએ એક કેતુમાળ નામે ખંડ છે ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે ને તેમાં પ્રદ્યુમ્નની ઉપાસના છે ને ત્‍યાં લક્ષ્‍મીજી મુખ્‍ય ભક્ત છે અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ ત્રણ ખંડ છે. તેમાં પ્રથમ રમ્યક નામે ખંડ છે તેમાં મત્‍સ્ય ભગવાનની ઉપાસના છે. ને ત્‍યાં સાવર્ણ‍િ  મનુ મુખ્‍ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો હિરણ્‍યમય ખંડ છે ને તેમાં કૂર્મજીની ઉપાસના છે. ને ત્‍યાં અર્યમા મુખ્‍ય ભક્ત છે. ને તેથી ઉત્તરમાં બીજો કુરુ ખંડ છે. ને તેમાં વરાહની ઉપાસના છે. ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ પાંચ ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાશ્વ નામે ખંડ છે ને ત્યાં હયગ્રીવની ઉપાસના છે ને તેમાં ભદ્રશ્રવા નામે મુખ્‍ય ભક્ત છે અને વળી તે મેરુથી દક્ષ્‍િાણ દિશામાં ત્રણ ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે. તેને વિષે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહલાદજી મુખ્‍ય ભક્ત છે. ને તેથી દક્ષ્‍િાણ દિશામાં બીજો કિંપુરુષ નામે ખંડ છે તેમાં રામ-લક્ષ્‍મણજીની ઉપાસના છે, ત્‍યાં હનુમાનજી મુખ્‍ય ભક્ત છે. ને તેથી દક્ષ્‍િાણ દિશામાં ભરત ખંડ છે ને તેમાં નારાયણદેવની ઉપાસના છે ને ત્‍યાં નારદજી મુખ્‍ય ભક્ત છે. એવી રીતે આ જંબુદ્વીપ તેના નવ ખંડ કહ્યા તેમને વિષે ભરતખંડ છે તે અતિ શ્રેષ્‍ઠ છે. તે શા હેતુ માટે તો બીજા આઠ ખંડ છે તેમાં ભોગવિલાસનાં સુખ તો ઘણાં અધિક છે પણ મોક્ષનું સાધન ત્‍યાં થાનું નથી તે મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે. તે હેતુ માટે આ ભરતખંડને તુલ્‍ય ચૌદ લોકને વિષે બીજું કોઇ ઠેકાણું નથી.
       અને વળી ભરતખંડ છે તેમાં પણ તેર દેશ છે. તે અનાર્ય કહેતા કઠોર છે. તે કહીએ છીએ – એક તો બંગાળ ૧, બીજો નેપાળ ૨, ત્રીજો ભૂટ ૩, ચોથો કામાક્ષી ૪, પાંચમો સિંધ ૫, છઠ્ઠો કાબુલ ૬, સાતમો લાહોર ૭, આઠમો મુલતાન ૮, નવમો ઇરાન ૯, દશમો અસતંબોલ ૧૦, અગિયારમો અરબાન ૧૧, બારમો સ્વાલ ૧૨, તેરમો પિલપિલામ ૧૩. એ તેર દેશ મલિન છે તેમાં જે મનુષ્‍યદેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદ્ગુરુ તેનો જોગ મળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા સાડાબાર દેશ છે તે આર્ય કહેતાં ઉત્તમ છે તેમનાં નામ – જે પ્રથમ તો એક પૂર્વ ૧, બીજો વ્રજ ૨, ત્રીજો માલવ ૩, ચોથો મારુ ૪, પાંચમો પંજાબ ૫, છઠ્ઠો ગુજરાત ૬, સાતમો દક્ષ્‍િાણ ૭, આઠમો મલબાર ૮, નવમો તિલંગ ૯, દશમો દ્રાવિડ ૧૦, અગિયારમો બારમલાર ૧૧, બારમો સોરઠ ૧૨, અરધો કચ્‍છ એ સાડાબાર દેશ ઉત્તમ છે તેમાં સદ્ગુરુ તે બ્રહ્મવેત્તા સંત તેમનું પ્રગટપણું ઘણું રહે છે. ને તે દેશમાં મનુષ્‍યદેહ પામે છે તેમને ધર્મ, ભક્ત‍િ, વૈરાગ્ય, જ્ઞાન એ સમજાય એમ છે ને મોક્ષના મારગને જાણે એમ છે. તે કેમ જાણે તો એ જે ઉત્તમ દેશ છે તેને વિષે ભગવાનના અવતાર ઘણાક થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્‍ઠ છે અને ભરતખંડના સર્વ મનુષ્‍ય છે તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય એમ છે ને ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસાદોષ રહિત થઇને કુસંગનો ત્‍યાગ કરીને સદ્ગુરુ ને બ્રહ્મવેત્તા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદ્ગુરુ ને સંત તેમનાં લક્ષણ સદ્ગ્રંથોને વિષે લખ્‍યાં છે જે ધર્મ, ભક્ત‍િ, વૈરાગ્ય, જ્ઞાન એ આદિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેનો આશ્રય કરવો ને તે કહે તેવી રીતે તેના વચનમાં પોતાનાં દેહ, ઇન્દ્રિયો ને અંત:કરણ તે રાખવાં ને ભવગાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું ને વર્તમાનકાળે કરે છે ને ભવિષ્‍યકાળે કરશે તેને અમૂલ્‍ય મનુષ્‍યદેહનો લાભ થયો એમ જાણવું ને તેને સમજુ ને મોટો જાણવો અને એમ નથી સમજતો ને તુચ્‍છ સંસારના સુખમાં લોભાઇને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરૂ તેનાં વચન માનીને આવો મનુષ્‍યદેહ અમૂલ્ય છે તેને ખૂએ છે, ને તે જગતમાં તો ડાહ્યા કહેવાતા હોય તથા સમજુ કહેવાતા હોય તથા મોટા કહેવાતા હોય ને તેની જગતમાં યશ-કીર્તિ ઘણી હોય તે તો સર્વે સ્વપ્‍ન તુલ્‍ય છે. તેને સાચું માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા તો બ્રહ્મવેત્તા સાધુ ને સદ્ગ્રંથ છે તે તેમને મૂર્ખ કહે છે, આત્‍મઘાતી કહે છે ને તેમને પાછો ફરીને આવો મોક્ષ-ક્ષેત્રમાં મનુષ્‍યનો દેહ મળવો તેની વિલંબ તો ઘણી છે.
       તે સદ્ગ્રંથોને અનુસારે લખ્‍યું છે જે આપણાં વર્ષ ૬૬૬ છસો ને છાસઠ ને માસ ૮ આઠ જાય છે ત્‍યારે બ્રહ્માનો ૧ લવ થાય છે. એવા ૬૦ લવનું ૧ એક નિમિષ તે આપણાં વર્ષ ૪૦,૦૦૦ ચાળીશ હજાર જાય ત્‍યારે બ્રહ્માનું એક નિમિષ થાય. એવા ૬૦ સાઠ નિમિષનું એક પળ તે આપણાં વર્ષ ૨૪,૦૦,૦૦૦ ચોવીશ લાખ જાય ત્‍યારે બ્રહ્માનું ૧ પળ થાય. એવા ૬૦ સાઠ પળની ૧ એક ઘડી તે આપણાં વર્ષ ૧૪,૪૦,૦૦,૦૦૦ ચૌદ કરોડ ને ચાલીશ લાખ જાય ત્‍યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી ૩૦ ત્રીશ ઘડીનો ૧ એક દિવસ તે આપણાં વર્ષ ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ ચાર અબજ ને બત્રીશ કરોડ થાય ત્‍યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તે ચાર જુગની ૧ એક ચોકડી ૧૭,૨૮,૦૦૦ સત્તર લાખ ને અઠ્ઠાવીશ હજાર સતયુગ ૧૨,૯૬,૦૦૦ બાર લાખ ને છન્નુ હજાર ત્રેતાયુગ, ૮,૬૪,૦૦૦ આઠ લાખ ચોસઠ હજાર દ્વાપર. ૪,૩૨,૦૦૦ ચાર લાખ ને બત્રીશ હજાર કળિનાં. ૪૩,૨૦,૦૦૦ ત્રેંતાળીશ લાખ ને વીશ હજાર વર્ષ થાય ત્‍યારે ૧ એક ચોકડી થાય. એવી બ્રહ્માના ૧ દિવસમાં ૧ એક હજાર ચોકડી યુગના થાય છે. તે બ્રહ્માના ૧ એક દિવસમાં ૧૪ ચૌદ મનુ ને ૧૪ ચૌદ ઇંદ્ર તે તુલ્‍ય રાજ્ય કરીને નાશ પામે છે. ૧ એક મનુ ને ૧ એક ઇંદ્ર આપણાં વર્ષ ૩૦,૮૫,૭૧,૪૨૮ ત્રીશ કોટિ ને પંચાશી લાખ ને ઇકોતેર હજાર ને ચારસે અઠ્ઠાવીશ ને તે ઉપરાંત માસ ૬ છો ને દિવસ ૨૫ પચીશ, ઘડી ૪૨ બેંતાળીશ, પળ ૫૧ એકાવન, નિમિષ ૨૫ પચીશ , લવ ૪૨ બેતાળીશ ને ઉપરાંત ૧૨ બાર લવનો ચૌદમો ભાગ એટલું એક એક રહીને ચૌદ ઇંદ્ર થઇ જાય છે. તે બ્રહ્માના લવ-નિમિષાદિક સર્વ દિવસમાં ઊપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્‍ય પ્રલય કહેવાય છે ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્‍યારે બ્રહ્મા સૂએ છે ત્‍યારે સ્વર્ગ, મૃત્‍યુ ને પાતાળ એ ત્રિલોકનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે તે આપણાં વર્ષ ૮,૬૪,૦૦,૦૦,૦૦૦ આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્‍યારે બ્રહ્માની અહોરાત્રિ થઇને એક દિવસ થાય છે તે દિવસ દિવસ પ્રત્‍યે નાશ થાય છે તે દિવસાંતરે પાછું કરે છે ને તે નાશ થાય છે. તેનું નામ ૨ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે એ બ્રહ્માના ૧ એક દિવસની અવધિ કહી. એવા ૩૦ ત્રીશ દિવસનો ૧ એક માસ. એવા બાર માસનું ૧એક વર્ષ . એવાં ૧૦૦ સો વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્‍યારે એ ચૌદ લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્‍યારે પ્રકૃતિથી ઊપજ્યું જે કારજ તે સર્વ પ્રકૃતિમાં લય પામે છે એ ત્રીજો પ્રાકૃત પ્રલય કહેવાય છે, ચોથો આત્‍યાંતિક પ્રલય થાય છે ત્‍યારે તો અનંતકોટિ બ્રહ્માંડનો નાશ થાય છે, તે દિવસ તો પ્રધાનપુરુષનું કારણ એ જે પ્રકૃતિપુરુષ તે પોતાને વિષે અનંત બ્રહ્માંડને પ્રતિલોમ કરીને પોતે અક્ષરપુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્‍યાંતિક પ્રલય કહેવાય છે. તે પ્રલયકાળે જેમ પ્રતિલોમ થાય છે તેમ ઉત્‍પત્ત‍િકાળે અનુક્રમે તેથી લોમ જ ઉત્પન્ન થાય છે. એ તો ચાર પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃત પ્રલય તે બ્રહ્માની આયુષ-અવધિનો કીધો એવા સાડી ત્રણ કોટિ પ્રાકૃત થઇ જાય છે ત્‍યારે એ જીવ છે તે આવો દેહ મનુષ્‍યદેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માયિક સુખ ને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમયાતના તે નરકકુંડનાં દુ:ખ ને લખચોરસી જાતના જે દેહ છે તેનાં દુ:ખ ભોગવીને તેમાં ફરી પાછો સાડી ત્રણ કોટી પ્રાકૃત પ્રલય કહ્યા એવા થાશે ત્‍યારે ફરીને મોક્ષક્ષેત્રમાં આવો મનુષ્‍યનો દેહ પામે છે. એટલી ફરીને મનુષ્‍યદેહ પામવાનો વિલંબ છે. માટે હે ભાઇ! સૂઝે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદ્ગુરુ ને સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ને ઇન્દ્રિયોને અંત:કરણને વર્તાવીને પોતાના આત્‍માનું શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો, ને જો આજ એ વાત નહિ સમજો ને આવો મનુષ્‍યદેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાની વિલંબ તો મોરે લખી એટલી છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થાશે. તે દિવસ જોગ મોક્ષ થવાનો થાશે તે દિ’ જો વિચારશો તો થાશે ને નહિ વિચારો તો તે દિ’ પણ મોક્ષ થાશે નહિ એ સિધ્‍ધાંત વાર્તા છે. સમજુ હોય તે વિચારજો ને મૂરખને માથે તો શ્રુતિ-સ્મૃતિની આમન્‍યા નથી; તે તો કોઇ એ વાતને સમજશે નહિ. ઇતિ વચનામૃતમ >> ૧ >> શ્રીરસ્તુ શ્રીરસ્તુ શ્રીરસ્તુ.

રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત


રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત


“જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે,
જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્‍યારો છે.”
સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વમુખવાણી એટલે વચનામૃત. જગતભરનાં શાસ્‍ત્રોનો સાર
આ વચનામૃતમાં છે. અતિ કીમતી એવા મનુષ્‍ય જન્મનો હેતુ જીવાત્‍માના મોક્ષનો છે. આ આત્‍યાંતિક કલ્‍યાણની ચાવીરૂપ વાત તથા આધ્‍યાત્‍મ‍િક માર્ગના – ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભક્ત‍િ, આત્‍મનિષ્‍ઠા, ઉપાસના, નિર્માનીપણું, દાસભાવ, પ્રેમલક્ષણાભક્ત‍િ વગેરે અનેક સદ્ગુણો તથા મોક્ષના માર્ગમાં પરમવિઘ્‍નરૂપ એવા કામ, ક્રોધ, ઇર્ષ્‍યા, માન, આંટી, હઠ, રસાસ્વાદ, દેહાભિમાન, કુસંગીમાં હેત, સંબંધીમાં હેત, મત્‍સર, દ્રોહ વગેરે અનેક દોષોની ઊંડાણપૂર્વક સમજૂતી તથા તે ટાળવાના ઉપાયોની વાત આ વચનામૃત ગ્રંથમાં છે.
       ટૂંકમાં – માનવજીવનમાં અનુભવાતો કોઇપણ પ્રશ્ન કે ઉદ્ભવતો કોઇપણ પ્રશ્ન અને તેનો ઉકેલ આ વચનામૃત ગ્રંથથી બાકાત નથી.
       ગામડાના સાવ અભણને કે ખૂબ ભણેલાને કે વિદ્વાનને, શાસ્‍ત્રીને કે જ્ઞાનીને સૌને સમજાય તથા સમાસ થાય તેવી વાતો આ ગ્રંથમાં છે... અને હોય જ ને ...! કારણકે સર્વે જીવોના રુડા માટે, આત્‍યાંતિક કલ્‍યાણ માટે, જીવોની શુધ્‍ધ‍િ અને વૃધ્‍ધ‍િ માટે, આધ્‍યાત્‍મ‍િક માર્ગના શ્રેષ્‍ઠ શિખરે સૌને પહોંચાડવા માટે તો શ્રીજીમહારાજનું આ બ્રહ્માંડમાં પ્રાગટય હતું.
       પ્રશ્ન એ થાય કે આવો સર્વોત્તમ, લોકભોગ્ય ગ્રંથ વચનામૃત છે તો પછી તેના પર ટીકા-સમજૂતી કે વિવેચન લખવાની શી જરુર...?
       પરંતુ વચનામૃતનો અતિ ધ્‍યાનપૂર્વક બારીકાઇથી અભ્‍યાસ કરતાં જણાય છે કે શ્રીજીમહારાજે વચનામૃતમાં જે વાતો પીરસી છે તે, તે સમયે સામે સભામાં બેઠેલા શ્રોતાઓની કક્ષા પ્રમાણે એટલે કે પાત્રતા પ્રમાણે વાતો  કરી છે. તેથી કેટલીક વાતો પરોક્ષભાવે કરવી પડી છે. શ્રીજીમહારાજે ક્યાંક પોતાને ભક્ત તરીકે, તો ક્યાંક પોતાને અનાદિમુક્ત તરીકે તો ક્યાંક પોતાને સાધુ તરીકે તો ક્યાંક પોતાને અવતાર તરીકે તો ક્યાંક પોતાને સર્વાવતારી ભગવાન તરીકે વર્ણવ્યા છે. તેથી ભક્તજનોને-સાચા મુમુક્ષુજનોને ભગવાનનાં સ્‍વરૂપ વિષે નિર્ણય કરવામાં મૂંઝવણ થાય તે સ્વાભાવિક છે.
જેમ કે,
(૧) “અમારા હ્રદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિમુક્ત જ છું પણ કોઇના ઉપદેશે કરીને મુક્ત થયો નથી.” ગઢડા પ્રથમનું-૧૮
(૨) “નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી.” ગઢડા પ્રથમનું-૩૨
(૩) “અમે તો ભગવાન જે નરનારાયણ ઋષિ તે છીએ.” જેતલપુરનું-૫
(૪)
“શ્રીકૃષ્‍ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ તે જ આ સભામાં નિત્‍ય બિરાજે છે.” જેતલપુરનું-૫
(૫)
“મારા હ્રદયમાં તેજને વિષે જે મૂર્ત‍િ છે તેને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છીએ... અને અમે બોલીએ છીએ તે પણ ત્‍યાં  બેઠા થકા જ બોલીએ છીએ અને તમે પણ ન્‍યાં જ બેઠા છો એમ હું દેખું છું.” ગઢડા પ્રથમનું-૧૩
(૬) “શ્રી પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વેને નરનારાયણ ઋષિરુપ થઇને મળ્‍યા છે.” જેતલપુરનું-૪
(૭)
“આ સત્‍સંગને વિષે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી ચોવીશ અવતાર થયા છે. ને પોતે તો અવતારી જ છે.” અમદાવાદનું-૬
(૮)
“તે સર્વે થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્‍યાં પણ હું જ પુરુષોત્તમ છું પણ મારા વિના બીજો કોઇ મોટો દેખ્‍યો નહિ.” અમદાવાદ-૭
(૯)
“અનંત બ્રહ્માંડના અસંખ્‍ય શિવ, અસંખ્‍ય બ્રહ્મા, અસંખ્‍ય કૈલાસ, અસંખ્‍ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્‍ય કરોડ બીજી ભૂમિકાઓ તે સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે... મારે તેજે કરીને સૂર્ય, ચંદ્ર, તારા આદિક તેજાયમાન છે... એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન કોઇ કાળે વ્યભિચારને પામે નહિ.” અમદાવાદનું-૭

       ઉપરોક્ત વચનો શ્રીજીમહારાજ જ બોલ્‍યાં છે... પણ તે જોતાં ભક્તજનને મૂંઝવણ થાય કે શ્રીજીમહારાજને ભક્ત  સમજવા, મુક્ત સમજવા, શ્રી નરનારાયણ સમજવા કે સર્વોપરિ, સર્વાવતારી સમજવા...? કઇ વાત શ્રીજીમહારાજે શા માટે કરી છે તે વચનામૃતમાં નથી. ત્‍યારે ઉપરોક્ત ભિન્નતા દૂર કરવા આ વચનામૃતની ટીકા સમજૂતીની આવશ્યકતા છે જ.
       શ્રીજીમહારાજના આવા રહસ્‍ય અભિપ્રાયોને તથા ક્યારેક કરેલી રોચક, ભેદક, ભયાનક કે વાસ્‍તવિક વાતોને કોણ સમજાવી શકે...? આવા ગૂઢ અર્થોને કોણ સમજાવી શકે...? શું વિદ્વાનો, શાસ્‍ત્રીઓ, ભણેલાઓ કે કવિઓ સમજાવી શકે? ના... “જ્યાં ન પહોંચે અનંત કવિ ત્‍યાં પહોંચે એક અનુભવી.”
       કવિઓ તો કલ્‍પના કરે... શાસ્‍ત્રીઓ, વિદ્વાનો, પંડિતો તો શાસ્‍ત્રમાંથી જ કહી શકે. પરંતુ સાચા અનુભવી હોય તે યથાર્થ અર્થ કરી શકે... અને સ્વાભાવિક છે કે પોતાના ઘરની વાત કોણ જાણે...? તો પોતે કાં પોતાના ઘરનાં જ સભ્‍યો. તેમ શ્રીજીમહરાજના આવા રહસ્‍ય અભિપ્રાયોને યથાર્થ કોણ જાણી શકે? તો પોતે કાં પોતાના ઘરના સભ્‍યો એટલે કે પોતાના ધામમાંથી આવેલા મુક્તો... પોતાના સંકલ્‍પો...
       ત્‍યારે કચ્‍છના બળદિયા ગામે શ્રીજીમહારાજના સંકલ્‍પથી અને આશીર્વાદથી જ પ્રગટ થયેલા શ્રીજી સંકલ્‍પ મૂર્ત‍િ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રી આવા અનુભવી હતા... જેમના દ્વારે બોલનારા સ્વયં શ્રીજીમહારાજ હતા... બાળપણથી જ શ્રીજીમહારાજ જેવા જ ઐશ્વર્યો દેખાડતા... આદિ આચાર્ય શ્રી અયોધ્‍યાપ્રસાદજી મહારાજ, સદ્. ગુણાતીતાનંદ સ્‍વામી, સદ્. લોકનાથાનંદ સ્‍વામી, આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ, શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ વગેરે જેવાએ પણ જેમને પ્રમાણ કર્યાં છે... અમદાવાદ, વડતાલ, મૂળી, જૂનાગઢ વગેરે દેશના મોટા મોટા સદ્ગુરુ સંતો આ બાપાશ્રીના ખોળામાં માથું મૂકી આશીર્વાદ માંગતા... આખા સંપ્રદાયના ઉપરી સંત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્‍વામી કે જેમની કૃપાથી સિધ્‍ધદશાને પામેલા સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્‍વામી તથા માંડવીના લક્ષ્‍મીરામભાઇ જેવા સિધ્‍ધમુક્તો પણ જેમને જીવનપ્રાણ કહેતા, જેમનો અપાર મહિમા સમજતા અને અનેકને સમજાવતા તેવા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ આ વચનામૃત ગ્રંથની ટીકા કરી છે.
       ટીકા એટલે નિંદા કે ટિપ્‍પણી નહીં પરંતુ સમજૂતી-શ્રીજીમહારાજના વચનામૃતની ટીકા કરનાર આપણે કોણ.? આવી અણસમજણ અને અજ્ઞાન તથા જડતા ભરેલી દલીલોથી પર થઇ તટસ્‍થભાવે આ ટીકા કે જે શ્રીજીમહારાજના સ્‍વરૂપને જેમ છે તેમ ઓળખાવે છે, આપણને મળેલા ઇષ્‍ટદેવના સ્‍વરૂપની યથાર્થ પુષ્‍ટ‍િ કરાવે છે... શ્રીજીમહારાજનો આ બ્રહ્માંડમાં પ્રગટ થયાનો હેતુ પૂર્ણ કરે છે... આપણા બાપ શ્રીજીમહારાજના સિધ્‍ધાંતોને સમર્થન પૂરું પાડે છે... સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થ‍િતિ જેવી અજોડ અને કેવળ અનુભવાત્‍મક જ્ઞાનવાતોને સરળતાથી સમજાવે છે. તેવી ‘ટીકા’ને વાંચવાથી ખૂબ ઊંચા જ્ઞાનની, સમજણની અને ઊંચી સ્‍થ‍િતિની પ્રાપ્‍ત‍િ થયાનો અનુભવ થશે.. જોઇએ આ “રહસ્‍યાર્થ પ્રદીપિકા ટીકા” એટલે શું અને તેની વિશેષતાઓ.
Top         
રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃતની વિશેષતા
(૧)
મૂળ વચનામૃતોને યોગ્‍ય પરિચ્છેદ(ફકરા)માં ગોઠવવામાં આવ્‍યાં છે. તેમાં પૂછવામાં આવેલાં પ્રશ્નો તથા શ્રીજીમહારાજનાં કૃપાવાક્યો વગેરેને નંબર આપવામાં આવ્યાં છે. કોઇ એક જ પ્રશ્ન કે કૃપાવાક્યમાં બે, ત્રણ કે વધુ અલગ અલગ બાબતોની સમજૂતી શ્રીજીમહારાજે આપી હોય તો તેને ક્રમવાર અલગ પાડવામાં આવી છે... (વચનામૃતમાં ડાબી બાજુ પ્રશ્નનો આંક તથા જમણી બાજુ બાબતનો આંક છે.)
(૨)
દરેક વચનામૃતના અંતે રહસ્યાર્થ ટીકાની શરૂઆતમાં શ્રીજીમહારાજની મૂળ શૈલી જળવાઇ રહે તે રીતે તે વચનામૃતનો સાર (સમગ્ર વચનમૃતનો ભાવાર્થ આવી જાય તે રીતે) આપેલો છે... પાઠકે કે શ્રોતાએ તે વચનામૃત કેવી રીતે સમજવું તેની તેમાં સ્પષ્‍ટતા કરી છે.
(૩)
જે તે વચનામૃતના તત્ત્વજ્ઞાન દર્શાવતા અઘરા-કઠિન શબ્‍દો તેમજ બીજાં વચનામૃતોમાં તે શબ્દો કે વાક્યાર્થને અનુરૂપ પૂર્વાપર સંબંધથી ઉદ્ભવતા પ્રશ્નો અને તે પ્રશ્નોના ઉત્તરો પણ ટીકામાં આલેખાયાં છે.
(૪)
વિશેષ ધ્‍યાનપાત્ર બાબત તો એ જ છે કે આ રહસ્‍યાર્થ ટીકામાં વચનામૃતોનાં જ આધારો આપવામાં આવ્યા છે. બીજાં શાસ્ત્રો કે બીજા  સંતોનાં વચનોનો આધાર નહિ. કારણકે જેમને સર્વાવતારી સ્‍વામિનારાયણ ભગવાનનો વ્યતિરેક સંબંધ જ નથી થયો એવા પરોક્ષ શાસ્‍ત્રોના લેખકો શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા જાણી કે સમજી શકે નહિ. તેથી પરોક્ષ શાસ્ત્રોની શાખ્‍ય લેવાથી શ્રીજીમહારાજનું માહાત્મ્ય સમજવામાં ઊણપ રહી જાય.
       વળી બીજાં સંતો કદાચ બધાને પ્રમાણ ન પણ હોય... જ્યારે શ્રીજીમહારાજ તો ભક્ત સમુદાય સૌને પ્રમાણ છે. માટે સ્વયં શ્રીજીમહારાજના વચનામૃતના જ સંદર્ભો (References) આપવામાં આવ્યા છે.
(૫)
શ્રીજીમહારાજે વચનામૃતમાં જેવી સભા તેવી વાત કરી છે. એટલે કે શ્રોતાઓની પાત્રતા પ્રમાણે ક્યાંક પોતાને ભક્ત તરીકે, ક્યાંક મુક્ત  કે ક્યાંક સર્વાવતારી તરીકે કહ્યા છે. તો જે તે વચનામૃતમાં શા માટે પોતાને ભક્ત, મુક્ત કે સર્વાવતારી કહ્યા છે? આપણે તેમને કેવા સમજવા? તેની પણ ટીકામાં સ્પષ્‍ટતા કરેલી જોવા મળે છે.
(૬)
નારાયણ, નરનારાયણ, શ્રીકૃષ્‍ણ, પુરુષોત્તમ, અક્ષર, ગોલોક, ગુણાતીત વગેરે શબ્દોના ક્યારે કેવા અર્થ સમજવા તેની પણ ટીકામાં  સમજૂતી આપેલી છે.
(૭)
વળી બ્રહ્મ, પરબ્રહ્મ, ચિદાકાશ, દ્રષ્‍ટા, દ્રશ્ય, બધ્‍ધજીવ, મુક્તજીવ, અન્વય, વ્યતિરેક વગેરે અનેક તત્ત્વજ્ઞાનના શબ્દો તથા પ્રશ્નોની ટીકામાં સ્પષ્‍ટ સમજૂતી આપેલી છે. ભલભલા વિદ્વાનો, શાસ્‍ત્રીઓને પણ શાસ્‍ત્રોમાંથી કે વચનામૃતમાંથી પણ આવા તત્ત્વજ્ઞાનના અર્થ મુશ્કેલ જ નહિ, અસંભવ છે.
(૮)
શ્રીજીમહારાજનું અન્‍વય-વ્યતિરેકપણું, સગુણ-નિર્ગુણ સ્વરૂપ, સર્વેના કારણ, સર્વેના નિયંતા, સર્વાવતારીપણું તથા એકાંતિક, પરમએકાંતિક તથા અનાદિમુક્તની સ્‍થ‍િતિ તથા સકામ ભક્ત એવા ઐશ્વર્યાર્થી, અવતારોના અવતારી... વગેરે ઊંડું અને ઊંચું તત્ત્વજ્ઞાન વચનામૃતના જ આધારે આ ટીકામાંથી સ્પષ્‍ટ જણાય છે.
(૯)
વચનામૃતમાં આવતા જુદા જુદા વિષયો તથા રહસ્‍યાર્થમાં વર્ણવેલા જુદાજુદા વિષયો પર વિગતવાર અનુક્રમણિકા તૈયાર કરીને રહસ્‍યાર્થ ટીકાની સાથે આપી છે. તેનાંથી એક શબ્દ, એક વિચાર કે એક વિષમનું સમાન કે વિષય વર્ણન કરતાં વચનામૃતો શોધવાની સુગમતા રહે છે.
(૧૦)
વચનામૃતમાં શ્રીજીમહારાજે ઘણી જગ્યાએ હરિભક્તોનાં નામ આપી પ્રશંસા કરી હોય, રાજીપો વરસાવ્યો હોય તેવું છે. (દા.ત. લો-૩ – જેમાં ડડુસરના ગલુજી, કુશળકુંવરબાઇ, પર્વતભાઇ, રાજબાઇ, જીવુબા, લાડુબા, દાદાખાચર, માંચાખાચર, મૂળજી બ્રહ્મચારી વગેરે નામ આપ્‍યા છે.) તો આ ભક્તોએ કેવાં કાર્યો કર્યા છે કે તેમનામાં કેવા ગુણો હતા તેની પ્રસંગ સાથે વિસ્‍તારપૂર્વક સમજૂતી બાપાશ્રીએ આ ટીકામાં આપી છે. કોઇની પાસેથી સાંભળેલી કે વાંચેલી કે કલ્‍પના કરેલી આ વાતો નથી પરંતુ સ્વયં શ્રીજીમહારાજે જ જેમના દ્વારે કહી હોય તેવા બાપાશ્રીની અનુભવવાણી છે.
(૧૧)
ક્યારેક શ્રીજીમહારાજ અતિશે ઉદાસ થઇ ગયા હોય, ક્યારેક મર્મવચનો કહ્યાં હોય, ક્યારેક હસતા હસતા ઉતારે  પધાર્યા હોય – તો આ લીલાઓનું શું કારણ હોય... શ્રીજીમહારાજના અંતરનો અભિપ્રાય શું હોય તે કોણ કહી શકે...? એ તો પોતે જ કહી શકે ને ! એટલે કે સ્વયં શ્રીજીમહારાજે બાપાશ્રી દ્વારે આ રહસ્‍યાર્થ ટીકામાં સ્પષ્‍ટ સમજાવ્યું છે.